Back to homepage

History of Prajapati Samaj

prajapati_samaj_pic

::::: પ્રજાપતિ સમાજ ઈતિહાસ :::::

હિન્દુ સમાજમાં હજારો જ્ઞાતિઓ છે. જેમાં કુંભાર (પ્રજાપતિ) જ્ઞાતીની ઉત્પત્તિ ક્યાં અને ક્યારે થઇ તેની રૂપરેખા આપવી ખૂબ જ અઘરું કામ છે. તેમ છતા આ જ્ઞાતીઓની ઉત્પત્તિ જાણવા આપણે પ્રાચીન ઈતિહાસ અને ધામિઁક ગ્રંથો ઉપર આધાર રાખવો પડે છે.

પ્રાચીન ઈતિહાસ અનુસાર :-

 • ઘણા વિદ્વાનો માને છે :
  • આદિમાનવ નો વિકાસ સર્વ પ્રથમ પંજાબ પ્રાંતની સિંધુ અને ઝેલમ નદીના મેદાનમાં થયો હતો. ખેતીવાડીની શરૂઆત માનવે અહીંથી કરી. અનાજનો  સંગ્રહ કરવા માટે માટીના ઘડા જેવા વાસણો બનાવતા શીખ્યા. તેમજ અન્ય નાના-મોટા ગ્રૃહઉપયોગી પાત્રો બનાવવાની શરૂઆત થઈ. સમયાન્તરે માટીના રમકડા બનાવવા લાગ્યા. માટીનો કુંભ બનાવ્યો. જેથી તે કુંભકાર કહેવાયો. જેનો લોક બોલીમાં ઉચ્ચાર કુંભાર થયો હોય તેમ જણાય છે.  મોહન-જો-દડોને હડપ્પાની સંસ્ક્રુતિમાં ખોદકામ દરમ્યાન, માટીના વાસણો મળ્યા છે. આ વાસણો ચાકડા ઉપર બન્યા હોય તેમ માનવાને કારણો છે. આમા કેટલાક માટીના વાસણો ઉપર વ્રૂક્ષો , પુષ્પો, સસલું, બકરી, હરણ, ખિસકોલી વગેરેના ચિત્રો પણ જોવા મળે છે. જ્યારે અન્ય કોઈપણ ધાતુના વાસણૉ બન્યાં નહોતા. ત્યારથી માટીના વાસણો બનવા લાગેલા અને ચિત્રકલા પણ તેમાં જોડાયેલી. આ રીતે કુંભાર એ પ્રથમ કારીગર તરીકે અને ચિત્રકાર તરીકે પણ ખ્યાતિ પામેલા.
 • ધર્મગ્રંથોના આધારે : 
    • વેદ એ હિન્દુ સમાજનો પ્રાચીનતમ ધર્મગ્રંથ છે. વેદોમાં ઘણી જગ્યાએ માટી કલાનું વર્ણન જોવા મળે છે. આ માટીકામ યાગ્નિક બ્રાહ્મણો અને સ્ત્રીઓ કરતી હતી. જેથી કહી શકાય કે જ્યારે વર્ણો કે જાતિ બની નહોતી ત્યારથી કુંભાર અને તેની કલા પ્રચલિત હતી. યજુર્વેદમાં યજ્ઞાદિનું વર્ણન આવે છે. આ વેદમાં પણ માટીની યગ્નવેદીનું વર્ણન મળે છે. જેનો ઉપયોગ યગ્નો માં કરવામાં આવતો. જેથી તેઓ પ્રજાપતિ ઋષિ તરીકે જાણીતા થયાં. સ્વયં બ્રહ્માજીએ એક માનસપૂત્ર ઉત્પન્ન કર્યો. જેનુ નામ પ્રજાપતિ રાખવામાં આવ્યું. સ્વયં બ્રહ્માજીએ યજ્ઞ કરવાની ઇચ્છા કરી ત્યારે તેમના આ માનસપુત્ર પ્રજાપતિએ યગ્નમાં જરૂરી માટીના પાત્રો બનાવ્યાં અને આ રીતે પ્રજાપતિ એ માટીના વાસણો બનાવવાની શરૂઆત કરેલી.
   • આ પ્રજાપતિ ઋષિની એક પુત્રીથી પ્રભાસ નામનો પુત્ર ઉત્પન્ન થયો જે પ્રજાપતિ ઋષિનો ઉત્તરાધિકરી થયો અને પ્રભાસ પ્રજાપતિ કહેવાયો. અને આ પ્રભાસ પ્રજાપતિનો પુત્ર તે વિશ્વકર્મા પ્રજાપતિ થયા. વિશ્વકર્મા પ્રજાપતિના અનેક પુત્રોમાંથી પાંચ પુત્રો ખૂબ જ પ્રસિદ્ધ થયા. જેમના પુત્રોનું ધંધાને આધારે વર્ગીકરણ થયું – ઓળખ થઈ.

   

૧) મનુની સંતાન લુહાર કહેવાયા

૨) મયની સંતાન સુથાર કહેવાયા

૩) ત્વષ્ઠાની સંતાન કંસારા કહેવાયા

૪) શિલ્પીના સંતાન શિલ્પકાર(કુંભાર્) કહેવાયા

૫) દેવેજ્ઞના સંતાન સોની કહેવાયા.

 

 • કુંભાર (પ્રજાપતિ) ના ગોત્ર :-
   • પંડિત છોટેલાલ શર્મા (જયપુર)એ, તેમના પુસ્તક જાતનિર્ણયમાં કુંભારોના સેંકડો ગોત્ર લખ્યા છે. મિસ્ટર ડબલ્યૂ, મિસ્ટર ઈથનોવેન વગૅરે અંગ્રેજ લેખકોએ કાસ્ટ એન્ડ ટ્રાઈબ્સ નામનાં પુસ્તકમાં કુંભારોની લગભગ સાતસો જાતિઓ દર્શાવી છે. ભારતભરમાં દરેક રાજ્યમાં કુંભાર – પ્રજાપતિ એ મુખ્ય જ્ઞાતીનામ રહ્યું છે. જ્યારે રાજ્યવાર આ જ્ઞાતી ઘણી પેટાજ્ઞાતીમાં વહેંચાયેલી છે.જેમ કે ગુજરાતમાં ગુર્જર, વરિયા, વાટલીયા, સોરઠીયા, પરજીયા, લાડ, ખંભાતી, અજમેરી, મિસ્ત્રી, ઓઝા વગેરે પેટાજ્ઞાતીઓ આવેલી છે.

   

   • શિવજીના વિવાહ પ્રસંગે લગ્નવેદી માટે માટીના પાત્ર, કળશ વગેરેની આવશ્યકતા પડી. પરંતુ કુંભારનો કળશ ક્યાં હતો? શિવજી ખૂબ જ પરેશાન થયાં. તેમણે રૂદ્રાક્ષની માળાના એક મણકામાંથી નર-નારી ઉત્પન્ન કર્યાં.જેમણે માટીનો કળશ વગેરે બનાવ્યાં અને ભગવાનના વિવાહ પૂર્ણ કર્યાં. ત્યારથી શિવજીએ આ બંનેને પ્રજાપતિની ઉપાધિ આપી.
  • બીજી કથા પ્રમાણે શિવજીના લગ્ન પ્રસંગે માટીની લગ્નવેદી, પાત્રો અને કુંભની જરૂર પડી, જે દક્ષરાજાએ પૂરી કરી. મહાદેવજીના લગ્ન સંપન્ન કર્યાં. આથી દક્ષરાજાને પ્રજાપતિની ઉપાધિ મળી અને તેમના વંશજો તે પ્રજાપતિ કહેવાયા.

પ્રજાપતિની ઉપાધિ : બ્રમ્હાએ સ્રુષ્ટિની રચના કરી અને પ્રજાપતિ કહેવાયા તેમ કુંભારે જુદા જુદા માટીના વાસણો વગેરેની રચના કરી તેથી તે પ્રજાપતિ કહેવાયા.

પ્રજાપતિકુળ : વંશાવલી

સામવેદ , રામાયણ – મહાભારત અને પુરાણોના આધારે પ્રજાપતિઓની વંશાવલી નીચે પ્રમાણે રજુ કરી શકાય –

પ્રજાપતિ દેવ (બ્રહ્મા)

પુત્ર : મહર્ષિ પ્રજાપતિ ( પરમેષ્ઠીન પ્રજાપતિ)  – વેદ યુગમાં

પુત્ર : દક્ષ પ્રજાપતિ – પુરાણ યુગમાં

કન્યા વસુ + ધર્મ (દક્ષ પ્રજાપતિની કન્યાનો ધર્મમમ સાથે વિવાહ)

પુત્ર : પ્રભાસ પ્રજાપતિ (વસુ પ્રજાપતિ)

(પ્રભાસ પ્રજાપતિ અને બૃહ્સ્યતિણી બહેનનો વિવાહ)

પુત્ર : શિલ્પી પ્રજાપતિ 

(શિલ્પી પ્રજાપતિ અને ભૃગુ ઋષિની કન્યાનો વિવાહ)

પુત્ર : ભાર્ગવ – કુંભકાર

આમ, પ્રજાપતિ જ્ઞાતિના આડી પૂર્વજ વૈદિક મહર્ષિ પ્રજાપતિ કે પરમેષ્ઠીન પ્રજાપતિ છે ( માત્ર ઈતિહાસ – પુરાણની દ્રષ્ટીએ જોઈએ તો આડી પૂર્વજ દક્ષ પ્રજાપતિ કહેવાય.) મહર્ષિ પ્રજાપતિ પ્રતાપી વંશજોમાં પુરાન્કાલીન દક્ષ પ્રજાપતિ, પ્રભાસ પ્રજાપતિ, વિશ્વકર્મા પ્રજાપતિ, શિલ્પી પ્રજાપતિ અને ભાર્ગવનો સમાવેશ થાય છે. ભાર્ગવને આધારે પ્રજાપતિઓ કુંભકાર તરીકે ઓળખાયા એવો પણ એક મત છે.

 

આ તેજસ્વી – પ્રતાપી ઋષિ – મહર્ષિઓની પરંપરામાં પ્રજાપતિ – જ્ઞાતિના કેટલાક સંતો અને ભક્તોના નામ પણ ઇતિહાસના પાને અમર બન્યા છે. એવા સંતો-ભક્તોમાં મુખ્ય છે : ભક્ત પ્રહલાદના ગુરુ શ્રીબાઈ અને હરિદાસ, પાટણના સંત ભગવાન પદનાભ, હરિદાસ, રંકાવંકા, કૂબાજી, ગોરા ભગત, ઢાંગા ભગત, મેપાભગત, કાળા ભગત, ગોપાલદાસ વગેરે.

 

આ છે પ્રજાપતિ જ્ઞાતિના ઉજ્જવળ અને ગૌરવપુર્ણ ઇતિહાસની આછી-પાતળી રૂપરેખા.

 

ચડતી-પડતીનું કાળ-ચક્ર નિરંતર ચાલ્યા જ કરે છે. કાળ – બળે અથવા પરિવર્તનની પ્રક્રિયામાં એક યા બીજા કારણે આપણું તેજ ઓસરતું ગયું, પરંતુ હજુ આપણે તદ્દન નિસ્તેજ નથી. હજી આપણામાં વિદ્યા – કલા અને સદગુણોનાં સંસ્કાર ધબકે છે. આઓઅબ તેજના ચમકારા જ્ઞાતિના અનેક કલાકારો, વિદ્વાન પ્રોફેસરો અને આચાર્યો – અધ્યાપકો, ઈજનેરો, ડોકટરો, વકીલો, સમાજ સેવકો અને કર્મઠ પુરુષોમાં વર્તાય છે.

 

ભવ્ય ભૂતકાળને માત્ર વાગોળવાનો કોઈ અર્થ નથી. એમાંથી પ્રેરણા મેળવવાની કે ‘શું હતા ને શું થઇ ગયા ‘ એવી લઘુતાગ્રંથીમાંથી ભયમુક્ત થઈને, આપણું અસલ વિદ્યા અને કલાનું સ્થાન મેળવવા, વિદ્યા – કલાનો વારસો જાળવવા ને અજવાળવા દ્રઢતાપૂર્વક કૃતનીશ્ચયી બનીએ, પુરુષાર્થના બળે ઉજ્જવળ – માર્ગના યાત્રી બનીએ.

આવો આપણે સૌ વિદ્યા, કલા અને શક્તિની આરાધના કરીને સામુહિક પુરુષાર્થ – યજ્ઞ આરંભીએ.

આવનારા કાર્યક્રમો

No data found, please check the expiration date.

Like us on Social Media

Join Us on below social Media Platforms