Back to homepage

History of Mehsana 42 Gol Prajapati Samaj

શ્રી મહેસાણા ૪૨ ગોળ પ્રજાપતિ સમાજ સંસ્થા વિશે

બંધારણ પ્રમાણે આ સંસ્થાનું નામ ” શ્રી મહેસાણા બેતાલીસ (૪૨) ગોળ પ્રજાપતિ સમાજ” રાખવામાં આવેલ છે. સંસ્થાની સ્થાપના તારીખ ૧૦/૦૭/૧૯૮૬ ના રોજ કરવામાં આવેલ છે. તારીખ ૨૩/૦૮/૧૯૯૯ ના રોજ સંસ્થાની  રજીસ્ટ્રેશન નંબર ઈ-૪૦૫૨ સાથે નોંધણી કરવામાં આવેલ છે.


કાર્યક્ષેત્ર :

આ સમાજનું કાર્યક્ષેત્ર સમાજના પ્રજાપતિ ભાઈઓ જ્યાં વસવાટ કરે છે, તેવા ૨૭ ગામ ઉપરાંત, આ જ ગામોના પરંતુ ધંધાર્થે બીજી કોઈ જગ્યાએ સ્થિર વસવાટ કરતા હોય અને સમાજનું સભ્યપદ ધરાવતા હોય તે સમગ્ર વિસ્તાર.


ઉદ્દેશ : 

સમાજના પ્રત્યેક વ્યક્તિનો સામાજિક, શૈક્ષણિક નૈતિક તેમજ આર્થિક વિકાસ કરવા માટે પ્રયત્ન કરવા તથા નીચે મુજબની હેતુલક્ષી પ્રવૃતિઓ કરવી :

1) એકતા, ભ્રાતૃભાવ તથા સહકાર કેળવવા શૈક્ષણિક પ્રવૃતિઓ ચલાવવી.

2) રૂઢિગત પ્રણાલિકાઓમાં પરિવર્તન લાવવું.

૩) આર્થિક વિકાસની પ્રવૃતિઓ અને સામાજિક નૈતિકતા અંગે પ્રયત્નો કરવા, જ્ઞાતિ – ભાવના દ્રઢ બનાવવા પ્રયત્નો કરવા.

૪) સમાજની વ્યવસાયિક અને સામાજિક સમસ્યાઓ સમજવી અને હાલ કરવી.

૫) સમાજના સભ્યની આકસ્મિક આફતે મદદ કરવી, તેને રક્ષણ આપવું.

૬) આરોગ્ય અંગે સાચી સમાજ આપવી અને તે માટે કેમ કરવા.

૭) લોકજાગૃતિ અને લોકમાનસ કેળવવા સભા – સંમેલન, શિબિર, વાર્તાલાપ, મેળાવડા, પ્રવાસ વગેરેનું આયોજન કરવું.

 

આવનારા કાર્યક્રમો

No data found, please check the expiration date.

Like us on Social Media

Join Us on below social Media Platforms