Hebuva Village Information

admin
By admin December 3, 2016 12:36

હેબુવા ગામ માહિતી

home2

 

‘હેબુવા ગામ’ ગુજરાત રાજ્યના મહેસાણા જીલ્લામાં આવેલું એક નાનકડું ગામ છે. મહેસાણા શહેરથી લગભગ ૯ કિ.મી. ના અંતરે હેબુવા ગામ પહોંચી શકાય છે.

 

ગામની ટોટલ વસ્તી : ૧,૬૫૪ (ભારત સરકારના સેન્સસ ૨૦૧૧ ના અનુસંધાને)

 

 

ગામની પોતાની વેબસાઈટ છે : WWW.MARUHEBUVA.COM

 

આજથી આશરે દશ-બાર પેઢીઓ પહેલાં હેબુવા ગામના પ્રજાપતિ ભાઈઓના પૂર્વજ – વડવાઓ દાંતા મુકામે વસવાટ કરતા હતા. દાંતમાં રજવાડાના આકરા કર ભરવા પડતા અને બીજી કેટલક મુશ્કેલીઓને લીધે દાંતા છોડ્યું. અન્ય જગ્યાએ ફરતા – ફરતા તેઓ હેબુવા ગામે આવીને ઠરીઠામ થયા. આમ મૂળ દાંતા ગામના નામ ઉપરથી હેબુવાના તમામ પ્રજાપતિ ભાઈઓ શાખે દાંતેવાડિયા કહેવાયા.

 

મૂળ વાલજીભાની પેઢીમાં બે સંતાનો : ૧) ખુશાલ ભા  અને ૨) કુબેર ભા. ખુશાલભાની પેઢીના સંતાનો (વંશજો) મહેસાણા ખાતે સ્થાયી થયા અને કુબેરભાની પેઢીના સંતાનો (વંશજો) હેબુવા ગામ ખાતે રહ્યા. 

હેબુવા ગામે હાલમાં કુલ મળીને પ્રજાપતિઓના ૧૦૫ ઘરની ૪૩૦ માણસની વસ્તી એ મૂળે તો કુબેરભાના ચાર સંતાનો ૧) બેચરભા  ૨) કહળાભા   ૩) હરજીભા    ૪) ગણેશભાની વધેલી વેલ છે એમ કહેવાય.

 

ગામમાં  મેલડી માતા અને બહુચર માતાનું મંદિર, અંબાજી માતાનું મંદિર, બ્રહ્માણી માતાનું મંદિર, ખોડિયાર માતાનું મંદિર વગેરે આસ્થાના પ્રતિક રૂપે બિરાજમાન છે.

 

પ્રજાપતિ ભાઈઓનું આસ્થાનું કેન્દ્ર મેલડી માતાજી અને બહુચર માતાજી છે. આ મંદિરે દર નવરાત્રીના આઠમના દિવસે બધા જ પ્રજાપતિ ભાઈઓ, જે ગામ બહાર અલગ અલગ જગ્યાએ વસવાટ કરે છે તે બધાય મહેલ્લામાં ભેગા થાય છે. આ દિવસે ગામના દરેક પ્રજાપતિ ભાઈઓના ઘરેથી ખીચડાનો નૈવેધ બનાવીને લાવવામાં આવે છે અને માતાજીને ચડાવ્યા બાદ તેને સમૂહમાં બેસીને પ્રસાદનો લાહવો લે છે. આજ દિવસે રાતે માતાજીની આઠમની મહત્વની આરતી થાય છે અને બધા ગરબાનો આનંદ માણે છે. દેવદિવાળીના દિવસે પણ માતાજીની માનતાના ફૂલોના ગરબા  માતાજીના પ્રાંગણમાં નીકળે છે.

પ્રજાપતિ ભાઈઓના ઘરે જન્મેલ પ્રથમ છોકરાની બાબરી અહીં બહુચર માતાજીના મંદિરે ઉતારવામાં આવે છે. અહી વર્ષમાં ચૈત્ર મહિના તથા કારતક મહિનામાં માતાજીની રમેણ થાય છે.

 

ગામના કારોબારી સભ્ય (વર્ષ ૨૦૧૭ – ૨૦૧૯)

ક્રમનામગામમોબાઈલ
1પ્રજાપતિ હસમુખભાઈ મફતલાલહેબુવા9925605309
2પ્રજાપતિ ગોવિંદભાઈ કાનજીદાસહેબુવા9737677425

હેબુવા ગામની ફેમીલી ડિરેક્ટરી

admin
By admin December 3, 2016 12:36
Write a comment

No Comments

No Comments Yet!

Let me tell You a sad story ! There are no comments yet, but You can be first one to comment this article.

Write a comment
View comments

Write a comment

Your e-mail address will not be published.
Required fields are marked*

આવનારા કાર્યક્રમો

No data found, please check the expiration date.

Like us on Social Media

Join Us on below social Media Platforms