Devarasan Village Information

admin
By admin December 3, 2016 14:38

દેવરાસણ ગામ માહિતી

 

Devarasan-photo‘દેવરાસણ ગામ’ મહેસાણા શહેરથી લગભગ 10 કિ.મી. ના અંતરે (મહેસાણાથી વિજાપુર તરફ જતા) આવેલું છે.

 

દેવરાસણ ગામમાં પ્રજાપતિ ભાઈઓ વિક્રમ સંવંત ૧૩૫૩ માં મેશણરાજના તેમજ ગાયકવાડ સરકાર વખતે  વસવાટ કરવા આવેલા. ગામમાં પ્રજાપતિ ભાઈઓની શાખ મરેડીયા અને ગુર્જર છે.

 

પ્રજાપતિ ભાઈઓના આશરે ૧૫૦ ઘર છે.  તેમાંથી ૫૦ ઘર અમદાવાદ, ૩૦ ઘર મહેસાણા, અને ૩ – ૩ ઘર સુરત અને વડોદરામાં  વસવાટ કરી રહ્યા છે.   પ્રજાપતિ ઉપરાંત ૨૦૦ ઘર ગઢવી, ૨૦૦ ઘર પટેલ, ૩૦૦ ઘર ઠાકોર, ૩૦ ઘર રબારી, ૧૦ ઘર બ્રાહ્મણ, ૪૦ ઘર સથવારા, ૪૦ ઘર હરીજન તથા ૧૦ ઘર સુથાર જ્ઞાતિના કુલ મળી ૫૦૦૦  લોકો ગામમાં મુખ્યત્વે વસવાટ કરે છે. 

 

આ ગામના પ્રજાપતિ ભાઈઓનું આસ્થાનું કેન્દ્ર  બ્રહ્માણી માતાજી અને પ્રજાપતિ વાસમાં આવેલું દેવકી માતાજીનું મંદિર છે. આ ઉપરાંત ગામમાં પ્રસિધ્ધ ખોડિયાર માતાજીનું મંદિર છે.આસો નવરાત્રીમાં આઠમના દિવસે ગામના સમસ્ત પ્રજાપતિ ભાઈઓ ભેગા થઈને માં દેવકી અને માં બ્રહ્માણીને નૈવેધ ચડાવવામાં આવે છે. મહા સુદ આઠમના રોજ ખોડિયાર માતાજીનો મેળો થાય છે. આ દિવસે માતાજીને તલની સોની ચડાવવામાં આવે છે.આસો નવરાત્રીના નોમ ના દિવસે માતાજીનો રથ ગામ સમસ્ત કાઢવામાં આવે છે

ગામના કારોબારી સભ્ય (વર્ષ ૨૦૧૭ – ૨૦૧૯)

ક્રમનામગામમોબાઈલ
1પ્રજાપતિ ગાંડાભાઈ વિરાભાઈદેવરાસણ9601051697
2પ્રજાપતિ ભરતભાઈ નાગરદાસદેવરાસણ9726402251
3પ્રજાપતિ શાંતિભાઈ મોહનદાસદેવરાસણ9825089225

દેવરાસણ ગામની ફેમીલી ડિરેક્ટરી

admin
By admin December 3, 2016 14:38
Write a comment

No Comments

No Comments Yet!

Let me tell You a sad story ! There are no comments yet, but You can be first one to comment this article.

Write a comment
View comments

Write a comment

Your e-mail address will not be published.
Required fields are marked*

આવનારા કાર્યક્રમો

No data found, please check the expiration date.

Like us on Social Media

Join Us on below social Media Platforms